વાણી
વાણી
વાણી છે બહુ શાણી !
જીભ વાપરજો જાણી-જાણી
બત્રીસ ચાકર રાખ્યા એને,
તો'ય નિકળી જાય બારી !
કર્કશ કરતો કાગ,
મીઠડી કોયલ રાણી !
વાન ભલે ને સમ કાળો,
કોયલ તો'ય લાગે રૂપાળી.
ધારદાર હો; જો વાણી,
થાશે તારી-મારી !
મ્રૃદુભાષી ને કોમળ હશો;
પામશો વાહ-વાહી.
જીવનને હો મુલવવુ,
તોળી-તોળીને બોલવુ
સદાય રહેશે ઉંચું,
નાકનું તારું ટેરવું.