વાણી
વાણી
વાણી ઘા પણ કરે ને મલમ પણ
વાણી વેર પણ કરે ને પ્રેમ પણ,
વાણી નીંદણ પણ કરે ને પીંજણ પણ
વાણી કટાક્ષ પણ કરે ને તીખાશ પણ,
વાણી વખોડે પણ ને તોછળી પણ
વાણી ઈર્ષાળી પણ હોય ને પ્રસંસનીય પણ,
વાણી જોહુકમી પણ હોય ને અરજદાર પણ
વાણી દવાવાળા હોય ને દુઆવાળી પણ,
વાણી અહંકારી હોય ને અંતરકરણી પણ
વાણી કડવી પણ હોય ને મધુર પણ,
વાણી સુશીલ પણ હોય ને સંસ્કારી પણ
વાણી કર્કશ પણ હોય ને કકળાતી પણ,
વાણી શાંતિપ્રિય હોય ને સૂરીલી પણ
વાણી દયામય હોય ને કરુણાસભર પણ,
વાણી વિદ્વતાસભર હોય ને મુર્ખામી પણ
વાણી આરદ્ર હોય ને આર્તતાયી પણ,
વાણી વાદવિવાદી હોય ને જોશીલી પણ
વાણીના તીર હોય ને ઢાલ પણ,
વાણી ચિંતાજનક હોય ને આશસ્વસ્ત પણ
વાણી મુડદાલ હોય ને તેજોવંત પણ
વાણી વંદનીય હોય ને અભિનંદનીય પણ.
