વાદળ
વાદળ


ગગનમાં મગન થઇ ઘુમતી આ વરાળની ફોજ,
ભાગી છૂટ્યા ઉડી સમુદ્રથી કરવા આકાશે મોજ,
ઉડ્યા ઊંચે ત્રાસથી વધી ગરમી ત્યાં મહાસાગરે,
છલકાયા જળથી ધરતી પર ગયા રેડવા ગાગરે,
આમ તેમ ઘુમતા જોરથી ભટકાયા ઉપર આકાશે,
ગડગડાટ બીકથી ત્યારે અંધારે વીજળી પ્રકાશે,
શ્રાવણમાં ઠરી ઠાંમ થયા ભૂમિ પર પ્રેમે વરસી,
મહેર મીઠી કરી શ્રુષ્ટિ પર હતી તે ઘણી તરસી,
કાળા ડિબાંગ ઘનઘોર વાદળા થયા વિહરતા,
નદી નાળા મન ભરીને લોકનું કેવું મન હરતા,
પર્વત પર અથડાઈને ક્યારેક તે પાછા વળતા,
શ્વેત રૂની પૂણી સરખા ત્યારે રસ્તે સામે મળતા,
ગગનમાં મગન થઇ ઘુમતી આ વરાળની ફોજ,
નદી સરોવર ભરી પાછા પહોંચતા સમુદ્રે રોજ.