STORYMIRROR

Rekha Patel

Inspirational

4  

Rekha Patel

Inspirational

ઊગતો સૂરજ

ઊગતો સૂરજ

1 min
425

ઉષાનાં પ્રાંગણમાં આવી સવારી સૂરજની, 

ઊગતા સૂરજને પકડવો છે હૈયે હામ ભરી, 


સામે છે પહાડ મોટો ને તેની ટોચ બુલંદી, 

મારે જાવું તેની ટોચે શ્વાસે શ્વાસ ભરી, 


સીધું છે ચઢાણ તેનું, કપરો છે રસ્તો, 

અડગ મનનો હિમાલય બની હૈયે હામ ભરી, 


આવી પહોંચ્યો ટેકરી ઉપર વળી ચઢાણ સીધું, 

પહાડ ખૂબ ઊંચો ને દેખાય કિરણો સોનેરી, 


બસ, હવે નથી મંઝિલ દૂર મારી, જોશ ભરી, 

નત મસ્તક બની ફરી ભાળ સૂરજ ભણી, 


હે સૂરજદેવ, પૂજુ તમને બે હાથ જોડી, 

આભાર માનું તમારો ઝંડો ઊંચો કરી, 


સફળ થયું ચઢાણ મારું, ઊગતાં સૂરજની સાક્ષીએ, 

અનેક પડકારો વચ્ચે "સખી" જીવનનાં ધ્યેયને પામી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational