ઉંચી ઇમારતને સાંકડા મન
ઉંચી ઇમારતને સાંકડા મન
હે જી...
ચણી ઇમારત ઊંચી ઘણી પણ સાંકડા થયાં હવે જુવો લોકોના મન,
હ્નદય સરોવરે સુકાયા હેત, સ્વાર્થ કેવો ભમી રહ્યો તંગ ઝાઝાં માનવ મન
જો. ને...
"સાચો સ્નેહનો તાંતણો, બાંધજો નિસ્વાર્થ હેતની બાંધી દોર,
સુખમાં ભલે સ્નેહી જડે નહીં, દુઃખમાં વણ પોકારે પ્રગટ થાય."
જો.ને.....
"સ્નેહ જગતમાં મહામૂલો, મોલ કદીય સ્નેહી તણાં નવ થાય,
અંતર થકી ઓળખાણ કરે, એને જોતાં જ છલકે ભીતર જોશ."
જો.ને...
પ્રેમ સરિતા આ જગમાં વહે, તોય માનવ સ્વાર્થ સાધી તરસ્યો રહે,
ભટકતો રહે ઈ ભવસાગરે સદાય, પ્રભુ ભલે ભીતરે બેઠો રહે."
હે જી...
ઊંચી બિલ્ડિગે સંભળાય નિસાસા, ઓલા ઝૂંપડે કરે કુટુંબ કિલ્લોલ,
તાડ વધે પણ કામનું નહીં, ઘેઘુર વડલે કેવો હોય પંખીડાનો કલશોર.'
