ઉજવીએ
ઉજવીએ
ઉતરાયણની મસ્તી સાથે
પતંગની મસ્તી કરીએ,
તલસાંકળી લાડુ લઈને
મજાની સંક્રાંત ઉજવીએ,
ઊંધિયું મજાથી ખાઈને
ચીકી ખજૂર ખાઈએ,
અગાશીમાં જામી રમઝટ
ચાલને સંગ રમીએ,
સંગીત કેરી મસ્તી જામી
એની મજા માણીએ,
"કાપ્યો છે"ના નાદ સાથે
પતંગ સૌની લૂંટીએ,
લાલ પીળા પતંગ સંગ
લડાઈ આજે જામી,
આ ખેંચખેંચીના ખેલમાં
પતંગને નભે ઊડાડીએ,
રંગબેરંગી પતંગ સાથે
આકાશને પણ ગજવીએ,
પતંગના તહેવારની
શુભકામના સૌને પાઠવીએ.
