Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sejal Ahir

Inspirational

4  

Sejal Ahir

Inspirational

ઉડવું છે મારે

ઉડવું છે મારે

1 min
325


મન ભરીને આસમાનમાં ઉડવું છે મારે,

સફળતાની મંઝિલ તરફ વળવું છે મારે.


અશાંતિ,આધિ,વ્યાધિ,ઉપાધિ મૂકીને,

નવા સપનાની સવારમાં જાગવું છે મારે.


ભૂતકાળને વિશરી,ભવિષ્યને માણવા,

વર્તમાનની સોનેરી પળમાં જીવવું છે મારે.


સત્યનો રાહ ચીંધનારા ઓછા મળ્યા,

અસત્યના માર્ગેથી દુર રહેવું છે મારે.


પોતાનાએ દૂર કર્યો,પારકાંએ દીધો આશરો,

ઈશ્વરના સાનિધ્યમાં મનને પરોવવું છે મારે.


અશાંતિની આંધી ફેલાઈ રહી છે ચોતરફ

સકળ જગતમાં ક્યાંક ખોવાવવું છે મારે.


નવી જિંદગીના મુકામ પર આવીને ઉભો

આત્મનિર્ભર બની દુનિયા સામે લડવું છે મારે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational