Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

કાઠું કાઢીશ

કાઠું કાઢીશ

1 min
6.8K


હું નસીબને પણ વાંકુ વાળીશ,
‘શૌર્ય’ છું, જીવનમાં કાઠું કાઢીશ... કાઠું કાઢીશ

ગમે એવા હોય નિયમો ભૂગોળમાં,
હિંમત હૈયામાં, હું હિમશીલાઓ પાડીશ... કાઠું કાઢીશ 

રાગ ભૈરવી, કેદાર કે મલહાર,
જીવનરાગ, હું સમય પ્રમાણે ઢાળીશ... કાઠું કાઢીશ 

રાખ થાય છે, સઘળુંએ ત્રીજી આંખે 
સતની નિસરણી રાખી, સૂર્યને બાળીશ.... કાઠું કાઢીશ

પનોતી હોય તાંબા, લોખંડ, સોનાની 
જીદ છે મારી, હું શનિની ટીકીટ ફાડીશ... કાઠું કાઢીશ

બહુરૂપી જેવા જણ આ જીવનમાં,
ચિત્તની ચાળણીથી, એકએકને ચાળીશ... કાઠું કાઢીશ

હું નસીબને પણ વાંકુ વાળીશ,
‘શૌર્ય’ છું, જીવનમાં કાઠું કાઢીશ... કાઠું કાઢીશ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational