STORYMIRROR

Deepaben Shimpi

Drama

3  

Deepaben Shimpi

Drama

ઉડાન

ઉડાન

1 min
527

ઉડવું છે પંખીની જેમ પાંખો નથી છતાં,

મનમાં છે સાહસ છલોછલ ભરેલુ,

મહત્ત્વકાક્ષાની ઘોરથી દિલ જડેલું,

નથી સાથ સંગાથ કોઈ કેરો.


પણ મન આત્મવિશ્વાસથી ખીચોખીચ ભરેલું

નથી ડર કોઈ મનમાં,

નિરાશાને ફંગોળી નાખવી છે.


એક આશાનું કિરણ કાફી છે મુજને હવે,

ન કોઈ રોકી શકે રસ્તો ન કોઈ રોકી શકે,


બસ મંજિલ પર હવે નજર મારી છે,

તોફાનો કે ઝંઝાવાતથી નથી બીક મને,


કે બસ ગાવું ગીત સફળતાનું જ હું,

પ્રેમનો પંથ પામી ધન્ય બની ગયો છું,


ઇશ્વરની વરસે છે અસીમ કૃપા મુજ પર,

પાર થઈ જશે અજાણ્યા માર્ગો દૂર થઈ જશે,


કંટકો વેરાઇ જશે ફૂલના ગાલીચા રાહમાં,

એક દિવસ જરુર આવશે મારા માટે ઉગતો

સૂરજ લઇને,

એ દિવસ મારો જ હશે ફક્ત મારો જ.


અમાપ અને અદભૂત શાનદાર સફળતાનો

સફળતા સફળતા સફળતા

એ દિવસે હું એકલી નહીં આખી દુનિયા મારી સાથે હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama