મતદાન
મતદાન
મતદાન એ આપણી પવિત્ર ફરજ છે,
સમજાવે આવીને નેતા મતદાન દિવસ પહેલાં,
મતદાન દિવસથી પરિણામ દિવસ સુધી,
ચિંતામાં ગળાડૂબ,
પરિણામ આવે તરફેણમાં,
તો જલસા આતીશબાજી,
અને પાર્ટીઓ,
પછી પાંચ વર્ષ સુધી અદશ્ય થઈ જશે,
એવા કે સુક્ષ્મ દર્શક યંત્રથી શોધવા પડશે,
એમણે તો પાંચ વર્ષ પાંચેય આંગળીઓ ઘી
હોય અને જનતાના આંસુ સુકાતા નથી
બસ આમ જ ચાલ્યા કરે છે વર્ષાનું વર્ષ.