કૈંક કહેવા દો
કૈંક કહેવા દો
1 min
239
કૈંક કહેવું છે મને
કૈંક કહેવું છે મને કહેવા દો,
માસ્ક પહેરીને ભલે રાખ્યો છે
મોઢા પર,
લાગણીઓને જરા વહેવા દો,
નથી પરવા હવે કોઈની
મૌન થકી સમજાતું નથી બધું,
આંખોથી વંચાતું નથી બધું,
બસ મારા શબ્દોને હવે વહેવા દો,
કેટલા કાળ સુધી આમ જ સહેવાનું
મુકત વિચારોને આમ જ વહેવા દો,
અન્યાય અને અત્યાચારો સામે કૈંક
કહેવા દો,
કલમના શબ્દોથી મને લડવા દો,
વિચારોના વમળમાં તરવા દો,
યંત્ર નથી હું, જીવંત માણસ છું.
કૈંક મારી મરજી મુજબ કરવા દો.