ઉડાન
ઉડાન
શીર્ષક- ઉડાન આત્મવિશ્વાસ ની.
પંખી ફફડાવી પાંખો, આભમાં ભરે ઉડાન,
નવા સપનાં આંખોમાં, હૈયે હરખ મહાન.
બંધનો તોડી નાખે બધા, ખુલ્લા આકાશની ચાહ,
દૂર ક્ષિતિજને આંબવા, ઊંચી એની રાહ.
ડરને ત્યાગી દે મનમાં, સાહસ ભરેલો શ્વાસ,
દુનિયા આખી જોવાની, એને છે ઉલ્લાસ.
ક્યારેક થાકે પાંખો તોયે, હિંમત ના એ હારે,
ફરી નવી તાકાત લાવી, આભ ને આવકારે.
જીવનની આ ઉડાન છે એવી, સૌ કોઈ ભરતા રહે,
પોતાના સપનાં પામવા, હરકોઈ મહેનત કરતા રહે.
