ઉદાહરણ બનીશ
ઉદાહરણ બનીશ
હોય ભલે કંટકભર્યો પંથ પણ ચાલીશ હું અડગ,
ના ઝુકિશ ક્યારેય અવરોધોથી ના હિંમત હારીશ,
હોય ભલે આગની ચાપોનાં કિલ્લાની બંદિશ,
પણ તપિશ નહિ હું ક્યારેય પાછો નહિ વળીશ,
હોય ભલે અડચણનાં ડુંગર ઊંચા મારી સફરમાં,
પણ હું પડીશ નહિ મારી મંઝિલને અચૂક આંબિશ,
હોય ભલે પડકારોનાં પડઘમોનાં ત્રાસ મારા કર્મમાં,
પણ હું નિરંતર કર્મ કરીશ અચૂક સફળ બનીશ,
બધીજ મુસીબતોને પાર કરીશ મારી મહેનતના રંગે,
ધાર્યું સઘળું પામીને મારી હું એક ઉદાહરણ બનીશ.
