STORYMIRROR

Kiran shah

Tragedy

3  

Kiran shah

Tragedy

ઉચાળા

ઉચાળા

1 min
413


એ હાલો ભેરુ

હવે ઉચાળા ભરીએ

આ ધરતી પરના અંજળ ખૂટ્યા...


મેહુલિયો રુઠયો..

મા પોકારે ત્રાહિમામ ત્રાહિમામ..

અબોલ પશુઓના નિહાકા ..

હવે પેટનો ખાડો પણ કેમ પૂરવો?


ભરી ઉચાળા..

વણઝાર ચાલી ...

કોઈ લીલીડું ધરતીનો આશરો મળે..

કયાંયક પાવળું પાણી મળે,


બે ટંકનું આ પેટને ભાડું ..

મુંગા આ જનાવરો...

કેમ સમજાવે વ્યથા એની..


ધોમધખતી ધરતી ...

માથે અગ્ન વરસાવતો ભાણ...

એમાં કયાં જાશું ...

કેમ પાર ઉતરશું..


બોલે માણહ...

ચારે બાજુ આ રેતનો સમંદર...

નથી દેખાતા કયાંય પાણા...

એ હાલો ભેરું હવે પગ ઉપાડો...

ભરો ઉચાળા જ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy