STORYMIRROR

Hemaxi Buch

Romance

3  

Hemaxi Buch

Romance

તું

તું

1 min
396

તું જો હૈયે આવી વસે

ને નવું વરસ મને બેસે,


નવી ઉમંગો નવી આશાઓ

નવા સપના નવો ઉત્સાહ,


પાંગરે હ્રુદય મહી

હિલોળે આખું આયખું,


તન મન ને ભીંજવે

યાદો ના શીતળ વાયરા,


મનોમન જ સ્મરી લેવાનું

મનોમન જ મ્હોરી લેવાનું,


આંખોમાં આવે તો જો

તો જરા અમથું મલકી લેવાનું,


રોજ રાત્રે ચાંદ ચકોરી

જેમ મળી લેવાનું,


આમ હો ભલે તું

જોજનો દૂર,

 

ને આમ અડોઅડ

એકદમ મુજથી,


મુજમાં જ પાંગરે

મુજમાં જ વિકસે,


મુજ મહી જ તારી 

આવન જાવન,


મને ભૂલું ને મને 

યાદ ક્યાં કરું?


ફૂરસત જ ક્યાં છે?

તારી સિવાય !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance