તું તો છે ઈશ્વરનો સુપર પાવર
તું તો છે ઈશ્વરનો સુપર પાવર
અગણિત તારલા છે રાતમાં,
તું શા માટે માને અંધકારની વાતમાં ?
ભલે હોય મુસીબતનો પહાડ તારી રાહમાં,
પણ તું સંઘર્ષ કર સપનાની ચાહમાં,
શોધ કંઈક નવું તારી જાતમાં,
નવું સપનું સજાવ તારી આંખમાં,
ફિનિક્સની જેમ ઊભો થા રાખમાં,
સપનાં ભરી રાખ મનની પાંખમાં,
ઉડાન ભર, સફળતા આવી જશે હાથમાં,
આનંદ,ઉલ્લાસ રહેશે તારા સાથમાં,
બસ વિશ્વાસની દોરી આપી દે ઈશ્વરના હાથમાં,
તું તો ઈશ્વરે સર્જેલ સુપર પાવર છો,
સફળતા રહેશે સદા તારા સંગાથમાં.
