STORYMIRROR

Pratik Dangodara

Inspirational

4  

Pratik Dangodara

Inspirational

તું શરૂઆત તો કર

તું શરૂઆત તો કર

1 min
54

નથી આ દુનિયામા કોઈ ખુશી તું શરૂઆત તો કર,

જીવીલે થોડું પોતાના માટે તું શરૂઆત તો કર.


મનમાં ને મનમાં શુ મુંજાયા કરે છે,

પોતાની જાતેજ પોતે દુઃખી થયા કરે છે,

પોતાની રીતે એકાદ ડગલું તો ભર,

થઈ જશે હળવું તારું મન તું શરૂઆત તો કર.


વાતો પે'લાની યાદ કરીને શું કામ રડ્યા કરે છે,

પોતાના દિવસો આમજ પસાર કર્યા કરે છે.

નથી અહીં કોઈ એકબીજા પર નિર્ભર,

ઊભો થા પોતાની જાતેજ તું શરૂઆત તો કર.


ખોટું સ્મિત આપી અંદરથી બળ્યા કરે છે,

આમજ પોતાની સાથે જાતને પણ બાળ્યા કરે છે,

તું પોતાના વિશે કોઈક દિ' વિચાર તો કર,

પારખી જઈશ તું પોતાને પણ તું શરૂઆત તો કર.


નાના અમથા દુઃખોને જાતેજ ખૂબ મોટા કર્યા કરે છે,

રાત દિવસ બસ તેની પાછળ મર્યા કરે છે,

કાઢી નાખ મનમાંથી જે પણ હોય એ ડર,

મજા આવશે તને જિંદગી જીવવાની તું શરૂઆત તો કર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational