તું પ્રપંચ કરવાનું છોડી દે
તું પ્રપંચ કરવાનું છોડી દે
તું પ્રપંચ કરવાનું છોડી દે,
તું આ રાજ રમત રમવાનું છોડી દે,
બધા કાવાદાવા કરવાનું છોડી દે,
મારવી હોય તો માર બગીચે એક લટાર,
તું ના માર કોઈના હૈયે શબ્દોથી કટાર,
આવા કટુ વેણ બોલવાનું તું છોડી દે,
ઉપવનથી પ્રીત રાખ તો વાંધો નહિ,
પણ કંટક બની ચૂભવાનું તું છોડી દે,
ચાંદ બની ઉજાસ ફેલાવ લોકોના જીવનમાં,
પણ પવન બની આ ઝગમગ થતા દીવડાં ને સતાવવાનું તું છોડી દે,
ભલે કડવો લીમડો બની લોકોની સ્વાસ્થ્ય સુધારજે,
પણ મીઠી વાણીથી બીજાને છેતરવાનું તું છોડી દે,
પંખીને ચણ નાં નાખે તો ચાલશે,
પણ ઊડતા પંખીને પાંજરે પૂરવાનું તું છોડી દે,
ભલે તું નાનકડું ઝરણું બની મીઠું જળ દેજે,
પણ મોટા બનવાની લ્હાયમાં સાગર જેમ ખારો થવાનું તું છોડી દે,
તું વૃક્ષો વાવી નાં શકે તો કઈ નહિ,
પ્રકૃતિનું જતન ના કરી શકે તો કઈ નહિ,
પણ પ્રકૃતિને નુકશાન પહોચાડવાનું તું છોડી દે.
