તું મળી બસ
તું મળી બસ
તું મળી બસ એ જ ઘણું છે જિંદગી તો આમ પણ મળી જશે,
તું રહી બસ એ જ ઘણું છે જિંદગી તો આમ પણ જીવાય જશે,
તું ફરી બસ એ જ ઘણું છે
જિંદગી તો આમ પણ ફળી જશે,
તું ને પામી બસ એ જ ઘણું છે
જિંદગી તો આમ પણ પળવાર રહેશે,
તું ગમી બસ એ જ ઘણું છે
જિંદગી તો આમ પણ ગમાડવી પડશે,
તું જીવી બસ એ જ ઘણું છે
જિંદગી તો આમ પણ જીવાય જશે.

