તું ક્યાં છો?!
તું ક્યાં છો?!


તું ક્યાં છો?!
જો, વનમાં આંબો ટહુકે...
...મંજરીની રેલાય સુવાસ .
કેવો ફૂલ-ગુલાબી દિવસ !
'ને શ્યામલ રેશમી રાત !
તું ક્યાં છો?!
જો, ગાલ સ્પર્શે ઝાકળફુલ !
'ને છે ફોરમ સંગે-વાયરો.
તો'ય કેમ ન ખૂટે આ દાયરો?
તું ક્યાં છો?!
જો, મારી મીંચેલી આંખોમાં..
... છે તારાં જ તૈલચિત્રો !
એ ચિત્રોમાંની ..
તારી જ સાળુની કિનારી પર
આ મન ઝૂલા-ઝૂલ !
તું ક્યાં છો?! ક્યાં...છો તું?!