STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

તું જંગ જીતી જઈશ

તું જંગ જીતી જઈશ

1 min
312

તું કઈ બટકણી પેન્સિલ નથી કે તૂટી જઈશ,

તું તો લોહની મજબૂત જંજીર છે,

તું તો જંગમાં જીતી જઈશ,


વિશાળ ઝંખનાઓ પડી હૃદયના ખૂણે,

આ સપનાઓ લાખો ભર્યા નયનમાં,

બસ આકાશે એને નવું ઉડાન આપી દે

તું સફળતાનું નવું આકાશ આંબી જઈશ,


ભલે ને સૂરજ આથમી જાય,

દીવો બની પ્રગટી જા,

બીજાની રાહ રોશન કરતો જા,

તારી રાહમાં પણ રોશની થઈ જશે,

બસ દીવો બની પ્રકાશ પાથરતો જા,


ખરી પડેલું ફૂલ પણ ક્યાં સુંગંધથી નાતો તોડે છે ?

બસ તારી જાત ને તારી સાથે જોડી દે,

ભવસાગર તરી જઈશ તું,

આ કળી ને ક્યાં ઝાકળનો ભાર લાગે છે !

એ તો તોય ખિલખિલાટ હસતી જાય છે,

બસ તારા અધરો પર મુસ્કાન રાખ,

દુઃખ તારા આંગણેથી વિદાય લઈ જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational