Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya

Inspirational

3  

Meenaz Vasaya

Inspirational

તું ઝરમર વરસ ને

તું ઝરમર વરસ ને

1 min
200


એ ઋતુઓની રાણી તું ખુશીઓ લાવી તાણી

તારા થકી છે બધી ઉજાણી,

આ તારી રીમઝીમ રીમઝીમ વરસવાની

આદત છે ખૂબ સારી,


તું અન્નપૂર્ણા

તું ગંગોત્રી

તું ભાગ્યવિધાતા

તું ઋતુઓની રાણી

એ વાત ક્યાં છે ! અજાણી,


તારા આવવાથી જળાશયો છલકાય,

તારા આવવાથી જગતના તાતનું મો મલકાય,

ધરતી પર જાણે ! નીલમના ગાલીચા પથરાય

પક્ષીઓ ટહુકા કરે બાળકો ગેલમાં આવે

ખેડૂતો વાવણી કરે સૌ તારા આગમનને વધાવે,


તું ઋતુઓની રાણી

તારી આ વાત ના સમજાણી

શાને ધરે ? આટલું વિકરાળ રૂપ ?

જન જીવન છિન્ન ભિન્ન કર

જાન માલની પારાવાર હાની કરે,


મહાનગરો ભયમાં મૂકાય,

રસ્તાઓનું ધોવાણ થાય

ઘરવખરી તણાઈ

કરોડોનું નુકશાન થાય

ગરીબો બેઘર બને,

તું આ રૌદ્ર સ્વરૂપમાં મને સારી નથી લાગતી,


તું ઝરમર વરસ

તું રીમઝીમ વરસ

તારું સૌમ્ય સ્વરૂપ કેવું સુંદર !

અને ખૂબસૂરત !

પણ શાને ? આટલું વિકરાળ બને ?


આ મોરને નાચવું છે,

બપૈયાને ગીતો ગાવા છે

આ માછલીને તરવું છે

આ ખેડૂતને ખેતી કરવી છે

આ બાળકોને મોસમની મજા માણવી છે,

આ કાગળની હોડી તરાવવી છે

આ પ્રેમીઓને સંગ સંગ ભીંજાવું છે,

તું રીમઝીમ વરસ ને,

તું ઝરમર વરસ ને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational