તું એકલો નહિ એકડો છે
તું એકલો નહિ એકડો છે
તું એકલો નહિ એકડો છે, કોઈની રકમનો રાજા છે,
તું હારેલો નહિ તું હજારો છે, કોઈની રકમનો રાજા છે,
તું કાચો નહિ તું કરોડો છે, કોઈની રકમનો રાજા છે,
તું લાલચી નહિ તું લાખો છે, કોઈની રકમનો રાજા છે,
તું સોંધો નહિ તું સો છે, કોઈની રકમનો રાજા છે,
તું મોંઘો નહિ તું મોટો છે, કોઈની નોટોનો નેતા છે,
તું એકલો નહિ એકડો છે, હજારો મીંડા તારી રાહ જુએ છે.
