Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Inspirational Children

3  

Falguni Rathod

Inspirational Children

મહેફિલમાં

મહેફિલમાં

1 min
143


ચાલ આજ પતંગની મહેફિલમાં ઝૂમ ઝૂમ નાચી લઈએ;

આશાની દોરીઓ ગગને વિહાર કરી મસ્તીમાં ઊડી લઈએ....!

ચાલ આજ પતંગની મહેફિલમાં........


રંગબેરંગી આકાશે મેઘધનુષ્ય બની અજાણ સંગ ઊડી લઈએ;

ફિરકી લઈ હાથોમાં દોરીની ઢીલ આજ હળવેથી છોડી દઈએ ....!

 ચાલ આજ પતંગની મહેફિલમાં........


હૈયું હરખાય ચાલ ધાબે જઈ મનગમતું ચોમેર જોઈ લઈએ;

કન્ના બાંધી છે રૂડી પ્રીતની આજ એને એક મેકને જોડી દઈએ...!

ચાલ આજ પતંગની મહેફિલમાં........


તલ લાડુ ચિક્કીની મીઠાશ મોંમાં આજ થોડી મમળાવી લઈએ;

 સ્વજન સંગાથ સગપણની દોરીઓ ખાસ આજ ગૂંથી દઈએ...!

 ચાલ આજ પતંગની મહેફિલમાં........

 

મહેકી ઊઠેલ આભલાની ધાર પૂંછડીઓ થઈ સજાવી લઈએ;

વ્હાલપનું વ્હાલ આજ પવનવેગે ચેતન બનીને વરસાવી દઈએ...!

ચાલ આજ પતંગની મહેફિલમાં........


કાપીને ક્રોધ, લોભ, મોહ માયા બધી મનડાને મલકાવી લઈએ;

એક્મેક આંખોમાં પ્રીતની પેચને દૂર દૂર હરદમ લડાવી દઈએ...!

ચાલ આજ પતંગની મહેફિલમાં........


આવ્યો રૂડો મકરસંક્રાંતિ પર્વ ઉત્સાહથી આજ વધાવી લઈએ;

છોડી પ્રેમતણી દોરી આકાશભણી ઉડાન પતંગની લગાવી દઈએ.!

ચાલ આજ પતંગની મહેફિલમાં........


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational