STORYMIRROR

Mitali Kerai

Children

3  

Mitali Kerai

Children

બાળપણ

બાળપણ

1 min
209

ચાલને દોસ્ત બાળપણની યાદોને

આજે તાજી કરી લઈએ


ચાલને ફરીથી એકવાર સંતાકૂકડી રમી લઈએ,

તું સંતાઈ જા હું તને શોધવા નીકળું


ચાલને ફરીથી કાગળની નાવ બનાવી લઈએ,

વરસાદના વહેણમાં એ નાવને તરતી મૂકીએ..


ચાલને ફરીથી એકવાર શાળાએ જઇ આવીએ,

પાટી પેન લઈ એકડો બગડો ગૂંથી આવીએ..


ચાલને ફરીથી કિટ્ટા બિલ્લા થઈ જઈએ,

મનાઈને સંબંધો ને પાછા પેલા જેવા બનાવી દઈએ..


ચાલને ફરીથી ગામની શેરીઓમાં આંટા મારી આવીએ,

ભૈરુની સાથે મળી પાદરની એ રેતીમાં આળોટી આવીએ..


ચાલને એ મસ્તી ફરિથી કરી આવીએ,

હસતા મોઢે પણ ફરી એકવાર માર ખાઈ આવીએ

ચાલને દોસ્ત ફરીથી બાળપણમાં ફરી આવીએ


Rate this content
Log in

Similar gujarati poem from Children