STORYMIRROR

Mitali Kerai

Others

3  

Mitali Kerai

Others

ખબર નથી પડતી..

ખબર નથી પડતી..

1 min
189

બહુ વાતો કરવી છે મારે તારી સાથે,

પણ શરૂઆત ક્યાંથી કરું,

ખબર નથી પડતી !


તારા મેસેજની રાહ જોઉં છું હું,

પણ મેસેજ આવે ત્યારે વાત શું કરું,

ખબર નથી પડતી !


રાહ તો મે બહુ જોઈ છે તારા પ્રેમની,

પણ હવે આ બધું તને કેમ કરીને કઉ,

ખબર નથી પડતી !


નવરાશના સમયમાં જ નહિ હર ક્ષણે તારી યાદ છે,

પણ આ યાદોને યાદગાર કેવી રીતે બનાવું,

ખબર નથી પડતી !


અત્યાર સુધીમાં તારા વિચારોમાં જીવતી આવી છું હું,

પણ આ વિચારો ને લખતી ક્યારે થઈ ગઈ,

ખબર નથી પડતી !


Rate this content
Log in