શાળા જીવન
શાળા જીવન
ઘણી વાર મને મારી એ
શાળા યાદ આવે છે
મસ્તીનો મારો એ વિશાળ મહેલ
યાદ આવે છે
એ છેલ્લી પાટલી પર
ચિત્રકામ મારું પણ છે
નથી મારી એકલીનું દોસ્ત
અડધું તારું પણ છે
ઘંટડીના એક અવાજે
ક્લાસમાંથી છૂટયા
શાળાના એ મેદાનમાં
ક્યાંક દોડ્યા તો ક્યાંક પડ્યા
ડબ્બો મારો આખો લઈ લે
તારા વગર બેસ્વાદ છે
હવે સમજાયું જે ભાવતો તો
એ તો દોસ્તીનો સ્વાદ છે
સવારની એ પ્રાથના જેમાં
ઊંચા અવાજે સુર છેડ્યા
એ પ્રિન્સીપાલ જેની એક રાડથી
ક્લાસરૂમમાં દોડ્યા
એ શિક્ષકો યાદ આવે છે
જેને અમે ખૂબ પજવ્યા
જિંદગીએ તો બધા પાઠો એમને
તમાચો મારીને શીખવ્યા
ચાલુ લેક્ચરમાં ખવાતા
એ નાસ્તા અને
પાણી ભરવાના બહાને આખી
શાળામાં મારેલા આંટા
યુનિફોર્મની નીચે એકસરખી
સૌ હસ્તી હતી
માટે જ તો દોસ્તો
દોસ્તી ત્યારે આવડી સસ્તી નોતી
દોસ્તોની એ યારી મને
આજે પણ યાદ આવે છે
આજે પણ કોઈ અનાયાસે મળી જાય તો
કહેવાઈ જ જાય..
ઘણી વાર મને મારી એ
શાળા યાદ આવે છે
