STORYMIRROR

Minakshi Jagtap

Children Stories

3  

Minakshi Jagtap

Children Stories

ગલુડિયું

ગલુડિયું

1 min
112

મારા આંગણામાં રમતું ગલુડિયું એક (2)

એની નાની નાની આંખ

જુએ સામે ટક ટક

થતું ઊંચુંનીચું નાકઆવી સુંઘે મારા પગ


મારા આંગણામાં રમતું ગલુડીયુ એક

રંગ રૂપાળો ખીલે

ધોળો ચાંદલો શોભે

બાલુડા જો પંપાળે

તો નાની પૂછડી હલે


મારા આંગણામાં રમતું ગલુડિયું એક

માથે ફેરવું જો હાથ

ચાલે મારી સંગાથ

સુવે નહી આખી રાત

ફરે મમ્મીની સાથ


મારા આંગણા માં રમતું ગલુડિયું એક

પાડ્યું નામ ભૂરિયોભાય

દોડાદોડી કરતો જાય

લાડ કરે એને સૌ

તો મનમાં હરખાય


મારા આંગણામાં રમતું ગલુડીયુ એક

એના પોચા પોચા અંગ

જોઈ બાલુડા થાય દંગ

રુ સમાન નરમ વાળ

રમે સાથે નાના બાળ


Rate this content
Log in