નથી નાનકડી
નથી નાનકડી
મમ્મી હવે હું નથી નાનકડી,
ઘરમાં તો કરુ દોડાદોડી,
પપ્પા કહે દીકરી મારી મીઠડી,
દાદા -દાદીની તો લાડકડી,
મને ન સમજો સૌ હવે નાનકડી,
ઘરમાં કરવી મારે ધમાચકડી,
વાતો કરવાની તો ભારે મજા પડી,
ક્યારેક તો રમતી હું સંતાકૂકડી.
