શબ્દો
શબ્દો
શબ્દો તો ઘણા છે
શબ્દોનો ઉપયોગ છે
મીઠાં શબ્દોનું એક મહત્વ છે
શબ્દો દ્વારા અભિવ્યક્તિ છે,
શબ્દો સુંદર છે
શબ્દો સરળ છે
સમજણ પડે તો અર્થસભર છે
શબ્દોથી જ શાખ છે,
બોલવું તો માપ છે
અર્થ વગરના શબ્દો છે
કટુ શબ્દોથી સંબંધ ખરાબ છે
શબ્દો જ શોભા છે.
