STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Children Stories Inspirational

3  

Jaya. jani. Talaja."jiya"

Children Stories Inspirational

મૃત પત્નીનો પત્ર

મૃત પત્નીનો પત્ર

1 min
128

જઈ રહી હતી,

જનતા જનાજો લઈ મારો, 

આખરી સંદેશો, 

દઈ રહ્યો હતો માયલો મારો,

હે સાજન ! હું નથી,

બની મા સંભાળજો બાળ મારો,

મારી પ્રસવ પીડાનો અહેસાસ,

એમ નહીં થાય તમને,

માતૃત્વ જગાડી મા બનજો,

બાળની વેદના દિલે ધરજો,

એક બાપ,-"માં"બન્યાનું દ્રષ્ટાંત,

સૃષ્ટિમાં નવું પુરજો,


'હતું ન હતું થયું શરીર મારુ',

બાળ પાસે દિલ રહ્યું મારુ,

સ્વીકારે મોત મારું,

હું કેમ સ્વીકારું નોંધારું બાળ છે મારું ? 

વિકરાળ ને વ્યાકુળ બનું, કરું કલ્પાંત,

તોય બાળને ન ભાળું, 

કર જોડી કરું વિનંતી, કર કરામત-

હું બાળ ને પ્રેમ નથી પંપાળું,


ગાજો "માં"નાં અવાજે હાલરડાં, 

મીઠી નિંદ્રા લે મારા બાલુડાં,

વરસાવી પ્રેમ ધીમે, ધીમે જમાડજો, 

ચોળી અંગો નવડાવજો,

આ કામ નથી,:- નરનાં જો,

નથી નારી, નર, "નારી"તમે ઘરમાં બનજો, 

મૂંઝાય કે મૂર્જાય નહિ બાળ મારો, 

ખરી,"માં"બની બતાવજો,


"જનનીની જોડ સખી નહી મળે" એટલું જ સત્ય,

પપ્પાની જોડ પરમેશ્વર જોડે,

બાપએ, -"માં"બન્યાનો રેકોર્ડર તોડે,

ઉછેરીને સજ્જ કરજો,

એને, પિતાની ડાળ પર,

યાદ આવે મારી, રડજો,

બાળથી છાના મારા વિરહ પર,


ના છૂટકે,

"માં"ની મોટી જવાબદારી આપું તમને,

હરી શરણે થયા, માફ કરો અમને,

માં શક્તિ આપે તમને,

આવીશ અવની પર પરછાઈ થઈ,

મારા લાલને પપ્પી દઈશ,

જીવે બાળ મારુ,

હુંં પણ એના નામે જીવી લઈશ.


Rate this content
Log in