બા મને ગમતો
બા મને ગમતો
બા મને ગમતો રે પેલો ભમરડો નાનો
ભમરડો નાનો નાનો ફરતો ગોળ મજાનો
બા મને ગમતો....
બા મારી તો એક દિન બજારે ગઈ'તી
બજારેથી મારા માટે ભમરડો લાવતી
બા મને ગમતો...
એ તો ગોળ ગોળ ફરતો, ચક્કર ચક્કર ઘૂમતો
જોઈને એને મનમાં ને મનમાં હું હરખાતો
બા મને ગમતો...
દાદા મારા તો ભમરડા પર દોરી વીંટાળે
જોવાને ભાઈ મારો આખા ઘરને બોલાવે
બા મને ગમતો....
મિત્રો સંગ હું તો ભમરડાથી રમતો
વટ પડે મારો એવો મજાનો ફેરવતો
બા મને ગમતો...
