તું છે તો
તું છે તો
તું છે તો બધું છે બીજું કંઈ ન જોઈએ,
તું છે તો કઈક અલગ છે નવીન બીજું કંઈ ન જોઈએ,
તું છે તો સોનેરી સવાર છે બીજી સાંજ ના જોઈએ,
તું છે તો મૌન છે શબ્દની હવે વાચા ના જોઈએ,
તું છે તો જીવનનો સાર છે સાથ હવે બીજો કોઈ ના જોઈએ,
તું છે મન મોર છે હવે કોઈ શોર ના જોઈએ,
તું છે તો પળ છે હવે બીજો પહોર ના જોઈએ,
તું છે તો મિત છે બીજા સ્મિત ના જોઈએ,
તું છે તો મન છે બીજા માન ના જોઈએ,
તું છે તો શ્વાસ છે બીજી આશ ના જોઈએ.

