તું ચાલતો રહે
તું ચાલતો રહે
જીવનનો રસ્તો પણ ઘનઘોર જંગલ જેવો
દુઃખો અને તકલીફના અડાબીડ વૃક્ષો ઊગ્યા એમાં,
ઘનઘોર અંધકાર જોઈને શા માટે ગભરાય તું માનવી ?
ઈશ્વર સ્મરણ રૂપી સૂર્ય કિરણો તારી સાથે છે,
રસ્તાનો અંધકાર દૂર કરતો જા
આ કાંટા કાંકરાને દૂર કરતો જા,
એક પગદંડી બનાવતો જા
તારા પગલે ચાલશે આ સમાજ,
એવી પગલાંની છાપ છોડતો જા,
આગળ છે સુખરૂપી છાયડો
આગળ છે લાગણીના સુમધુર ઝરણાં,
આગળ છે આં લીલી વનરાજી
આગળ છે આં પંખીના કલશોર
આગળ છે આં ફૂલોભરી ડગર,
બસ તું ચાલતો રહે,
જીવનની કેડી કંડારતો રહે
બસ તું ચાલતો રહે.
