તું અને તારો પ્રેમ
તું અને તારો પ્રેમ

1 min

220
જ્યારે પણ નામ આવે તારું,
ત્યારે તું આંખો સામે આવી ઉભી રહી જાય.
ના સમજાય કે કેમ આમ થાય...
લાગણીઓ તો ઉછાળા મારે ને,
હૃદયના તો ધબકરા વધી જાય.
જાણે તારો ચહેરો મારી આંખોમાં છવાઈ જાય...
હોઠ તો બોલી જ ન શકે કંઈ પણ,
ને શાંતિ શબ્દો પર છવાઇ જાય.
મૌન તો એ સમયે જાણે કેટલું બધું બોલી જાય...
તારી જો યાદ આવીને હાલ આવા થાય !!
તો તું વિચાર !!
તું જો સામે આવે તો મારા
શું-શું હાલ થાય.