તુજ સંગ
તુજ સંગ
તારા તરફના રસ્તા હજાર નીકળે,
એક-બે છોડી બધા જાણકાર નીકળે,
તારો અહેસાસ આસપાસ રમતો રહે,
જાગ્રત તારા નામનો ધબકાર નીકળે,
અધરના બે બોલ ધારદાર નીકળે,
તારી યાદોના વાર આરપાર નીકળે,
ઠાલવી દીધી છે લાગણીઓ તુજ મહીં,
હવે કો'દિ ના તુજનો ઈન્કાર નીકળે,
પરબીડિયું મોકલ્યું તારા નામનું,
તારા દિલને મળવાનો અવસર નીકળે.