પડછાયો
પડછાયો
1 min
141
દેખ્યો આજ એકલતાનો પડછાયો,
માનવીનો સંગ છોડતો પડછાયો,
સવાલ હતો ખુદને જ શોધવાનો,
તારામાં છું કહી, લપાયો પડછાયો,
ખુદનો સુખ-દુ:ખનો સાથી પડછાયો,
ભરબપોરે આપે આલિંગન પડછાયો,
રવિ-ચંદ્ર સંગે હોય હંમેશ પડછાયો,
માથે આવતા સાથ છોડેશે પડછાયો,
કહે, છું સંગ તારી સંગ હંમેશ 'ભૈરવ',
અંતે તો છોડી જાય ખુદનો પડછાયો.
