રંગ-બેરંગ
રંગ-બેરંગ
માણસ વહેચાય ગયો રંગમાં,
ભમી રહ્યો હવે ખોટા અહમમાં,
શું તારૂ-શું મારૂ, સૌનું કશું નહીં,
મારૂ મારૂ કરી ફરે છે ભ્રમમાં,
પગલાં માંડે અધૂરા અંધારામાં,
નથી રસ હવે સત્ય જાણવામાં,
સાવ સસ્તા છે અહીં સૌ 'ભૈરવ',
લૂંટી જાય નાની અમથી સ્મિતમાં.