STORYMIRROR

Dr.Riddhi Mehta

Romance

3  

Dr.Riddhi Mehta

Romance

તુજ સંગ પ્રિત

તુજ સંગ પ્રિત

1 min
102

શ્વાસ મુજમાં તુજનો સંગે રહ્યો,

એક ઉમળકો દિલમાં મને મળ્યો,

એક જીવવાની ચઢી ચાનક હવે,

બસ જીવવાની એક રાહ મળી,

હું ભીંજાણી વાલમના વ્હાલમાં !!


અનાયાસ સંવેદનાનો સાથ મળ્યો,

પ્રેમ શું છે એનો સાચો અર્થ મળ્યો,

વ્હાલનાં એ હૂલામણા પ્યારાં નામે,

બસ તુજ સંગ પ્રિત ન્યાય મળી,

હું ભીંજાણી વાલમના વ્હાલમાં !!


શ્વાસે એ ઊમટતો સોડમ મળ્યો,

દરિયાની જેમ ખોબલે હું ઉછળ્યો,

એક જિંદગીએ બદલેલા સરનામે,

સદાય હું તમને સમીપ મળવાની,

હું ભીંજાણી વાલમના વ્હાલમાં !!


એક અનાયાસ ચમકારો મને થયો,

જીવનમાં ચેતનાનો સંચાર ખીલ્યો,

જીવવું છે હવે આ જિંદગીને કાજે,

હું હવે તુજમાં ઓળઘોળ થવાની,

હું ભીંજાણી વાલમના વ્હાલમાં !!                     


Rate this content
Log in

Similar gujarati poem from Romance