STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

3  

ચૈતન્ય જોષી

Romance

ટહૂકો મોરનો

ટહૂકો મોરનો

1 min
190

વનવગડાની વાટે સંભળાયો ટહૂકો મોરનો,

ૠતુ વસંતનો રસ છલકાયો ટહૂકો મોરનો,


હરિયાળી વનરાજી વર્ચસ્વને જમાવનારી,

રખે અનંગ એમાંથી પરખાયો ટહૂકો મોરનો,


કરી કળાને નિજ સૌંદર્યને પાથરનારો હશે,

એનાં પીંછામાં કૃષ્ણ વરતાયો ટહૂકો મોરનો,


કરતો એ હરિફાઈ કોકિલ સાથે મસ્ત બની,

શોધતો મેઘ હશે ક્યાં સંતાયો ટહૂકો મોરનો,


કરી નૃત્યને અવનીની શોભાને એ વધારતો,

પ્રિયપાત્ર ન નિહાળતાં રઘવાયો ટહૂકો મોરનો,


ભરી દેતો વાતાવરણને મધુર ટહૂકાર થકી,

જાણે વર્ષા તણો એ પડછાયો ટહૂકો મોરનો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance