ટાઈમ અને ટ્રાવેલ
ટાઈમ અને ટ્રાવેલ
જુવોને એ પાછો આવ્યો
ટાઈમ કાઢીને ટ્રાવેલ કરી આવ્યો
જવાનું હતું એને ગામડે
ગોવા એ ફરીને આવ્યો
કંઈક પત્ર આવ્યા ગામડેથી
વાયદાના વેપાર કરી આવ્યો
ટાઈમ નથી મળતો મને
એમ કહીને બધે ફરીને આવ્યો
મોટી ઉંમરે માબાપને આવે યાદ
પુત્ર પર ભરોસો કરી રાખ્યો
સમય મળે ખબર કાઢવા આવ
પુત્ર વાયદો કરી આવ્યો
માતાની અંતિમ ક્ષણોમાં
ટાઈમ નથી એમ મેસેજ મોકલ્યો
સગાને સમજાવીને રૂપિયા મોકલ્યા
ઓફિસ ખર્ચે મુંબઈ જઈ આવ્યો
સમાચાર મળતાં ગામડે પહોંચ્યો
માતાની ક્રિયા પાણી કરી આવ્યો
નવી ટુરની રાહ જોવા લાગ્યો
ટાઈમ કાઢીને ટ્રાવેલ કરી આવ્યો
