તરુણાવસ્થા
તરુણાવસ્થા
તરુણીઓ નવી કળીઓ થઈ ખીલી તરુણાવસ્થામાં,
તરુણો મુગ્ધ નવી નવી મૂંછ જેવી કવિતાઓ રચવામાં;
તરુણીઓ નવી પાંખો પામી આકાશે ચડતી ડમરીઓ,
તરુણો મગ્ન સ્નેહની છાલકે દિલની પ્રતો ઉઘાડવામાં;
કળીઓ વિકસતા ભવ્યતા એની લે છે મનને ભરડો,
કુતૂહલની કેટલીયે કેડીઓ કહે અટકો- કરવો મટકો;
પ્રફુલ્લિત કરી જાય આ માહોલ ગમવાનું ગણિત સમું,
હેરત પમાડતી અજાયબીઓ એકમેકને જોડતો તંતુ;
તરુણાવસ્થાનાં વાવાઝોડામાં પાંદડીઓ વળગી રહી,
પ્રચંડ પ્રહારમાં પ્રગાઢ નાતો પાંદડાઓની જાણે ખુમારી;
આફતો સામે ઝીંક ઝીલતી તરુણીઓ તરુણાવસ્થામાં,
ગેબી શક્તિથી રહસ્યો ઉકેલતા તરુણો તરુણાવસ્થામાં !

