તર્પણ
તર્પણ
જીવતા જીવ કરી નહિ કદર
મર્યા પછી કરી કામની રોકકળ
એ તર્પણ કરીને ફાયદો શું ?
જીવતા જીવ પાયું નહિ પાણી
અને મર્યા પછી પીપળે પાણી
એ તર્પણ કરીને ફાયદો શું ?
જીવતા જીવ ખવડાવ્યું નહિ અન્ન
મર્યા પછી બત્રીસ જાતનાં પકવાન
એ તર્પણ કરીને ફાયદો શું ?
જીવતા જીવ ધ્યાન આપ્યું નહિ
મર્યા પછી દાન ધર્મ મોટા
એ તર્પણ કરીને ફાયદો શું ?
