STORYMIRROR

Sheetal Maru

Inspirational Others

4  

Sheetal Maru

Inspirational Others

ત્રિરંગો

ત્રિરંગો

1 min
347

ગગને લહર લહર લહેરાય ત્રિરંગો,

વિશ્વમાં દેશની શાન છે ત્રિરંગો,


કેસરિયો રંગ પ્રતીક બલિદાનનું,

શ્વેત શાંતિનું પારેવું છે ત્રિરંગો,


હરિત રંગ છે ક્રાંતિ-પ્રગતિ,

અશોકચક્ર ધર્મનું માન છે ત્રિરંગો,


અનેકતામાં એકતાની સંસ્કૃતિ,

રંગોળી બની સજી જાય ત્રિરંગો,


શહીદના શરીરે લપટાયેલો,

'મા' નો પાલવ ઓઢાડેલો ત્રિરંગો,


દેશપ્રેમની રક્તધારા બની,

નસનસમાં વહી જાય ત્રિરંગો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational