કાજળભર્યા નયન
કાજળભર્યા નયન
તારા નયનોમાં આંજેલું કાજળ,
જાણે આકાશે ઘેરાયું પ્રેમનું વાદળ,
અણિયાળી આંખોમાં મસ્તી ગુલાબી,
જોઈ શહેરની રંગત પણ થઈ છે શરાબી,
નજર ના લગાડે આઈનો પણ ખુદ તને,
તું લગાડે કાજળ જ્યારે આઇનામાં જોઈને,
સાંજની લાલિમા તારી આંખોમાં ઉભરાય,
ચાંદની પણ શરમાય જ્યારે તું છત પર જાય,
આંખો તારી જાણે રસભરી મધુશાલા,
ડૂબ્યા કેટલાય એમાં જામભર્યા પ્યાલા,
આંખોના કાજળમાં કરી લે તું કેદ મુજને,
જોયા કરું બસ હું દિવસ-રાત તુજને,
કાજળના ઊંડાણમાં સમાઉં બની ગઝલ,
એ સ્પર્શનો અહેસાસ રચે ખૂબસૂરત પળ,
બિંદી, કંગન, ઝૂમકાનો શણગાર એક તરફ,
સમાયું તારું રૂપ જેમાં એ કાજળ-શૃંગાર એક તરફ.

