STORYMIRROR

Sheetal Maru

Romance

4  

Sheetal Maru

Romance

હોળી

હોળી

1 min
305

મુઠ્ઠીમાં રંગ ને મનમાં ઉમંગ,

ખીલ્યો છે ફાગ આજ કેસુડાને સંગ.

સ્નેહે ભીંજાય આજ પ્રેમબંધન,

હર્ષ-ઉલ્લાસથી નાચે તન-મન.


સાજનના સ્પર્શે રંગાય છે ગાલ,

હૈયે વેરાય આછા અબીલ-ગુલાલ.

ટહુકા ગુંજે, સંગ વેણુનો નાદ,

કીકીનો કેફ પાડે સાજનને સાદ.


શમણાંનો રંગ અંગ-અંગ ઘૂંટાય,

આશ્લેષની સુવાસ અંતરે લૂંટાય.

જગતની જંજાળ વિસરી જઈએ ભેટી,

હાલ સાજન ઉજવીએ હોળી-ધુળેટી.


એકમેકના શ્વાસનો કરીએ પ્રવાસ,

જોડે વિહરીએ ઊંચા રંગીન આકાશ.

અહીં-તહીં મેઘધનુષી રંગો છંટાયા,

બાહુપાશમાં તરબોળ પ્રીત-પડછાયા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance