STORYMIRROR

Sheetal Maru

Romance

4  

Sheetal Maru

Romance

તારા-મૈત્રક

તારા-મૈત્રક

1 min
337

જ્યારે એક વરસાદી સાંજ ઢળી રહી હતી,

નજર સાથે નજર પહેલીવાર મળી રહી હતી,


સંધ્યારંગી ચુડીઓ એની કલાઈ શણગારી રહી હતી,

વગર કટારે એની આંખો દિલ પર વાર કરી રહી હતી,


ક્ષણ-બે ક્ષણની વાત પળોનો ઇન્તઝાર બની રહી હતી,

અજનબી હતી પળ પહેલાં હવે એ રાઝદાર બની રહી હતી,


એની ખુશ્બુ મારા શ્વાસમાં હળવેથી ભળી રહી હતી,

જ્યારે એની ઊડતી લટો મને ઉલઝાવી રહી હતી,


બંધ હોઠોથી જ બંને દિલની વાત થઈ રહી હતી,

તારામૈત્રક રચાયું ને પ્રેમની સોગાત થઈ રહી હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance