STORYMIRROR

Sheetal Maru

Others

4  

Sheetal Maru

Others

વાંસળીની ધૂન

વાંસળીની ધૂન

1 min
410

વાંસળીની ધૂન સંગ વાગે છે મંજીરા,

એક બોલે રાધા નામ, બીજું બોલે મીરાં.


રાધા પ્રેમઘેલી એણે કીધી વેદના વ્હાલી,

મીરાં દર્શન પ્યાસી એણે પીધી ઝેર પ્યાલી.


રાધા વિના શ્યામનું સુદર્શન પણ સૂનું,

મીરાં નામનું મોરપંખ ભક્તિમાં રંગભીનું.


ગોપીઓ સાથે રાસ રમતા રાધા વિન અધૂરા,

માધવે દોડી આવી કર્યા મીરાંના ઓરતા પુરા.


કાનાના બેય લોચન જાણે રાધા અને મીરાં,

એકથી વહે ભક્તિ બીજે વહે પ્રેમની પીડા.


રાધા કેરી પ્રીત, મીરાં ભક્તિનો ન જોટો જગમાં,

શ્યામ સંગ બેયનો નાતો યાદ રહેશે યુગ યુગમાં.


Rate this content
Log in