તપાસી છે
તપાસી છે
નયનમાં છવાયેલી ઉદાસી છે;
નજર આપના દર્શનની પ્યાસી છે.
સનમ તો મને મળવા નહીં આવે;
ચરણમાં શરમ નામે કપાસી છે.
છે મૃગજળ સમું એનું મિલન તો પણ;
મેં એ શક્યતાઓ પણ તપાસી છે.
લો, એ ફેસબુક પર ફ્રેન્ડ છે મારી;
એ ચર્ચાય અખબારોમાં ખાસી છે.
અલખની જ વાતો હોય છે એમાં;
'શરદ' ની ગઝલ તે ક્યાં ચકાસી છે?