STORYMIRROR

Kiran piyush shah "kajal"

Drama

2  

Kiran piyush shah "kajal"

Drama

તપાસ

તપાસ

1 min
327

એને આદત હતી..

ઘરે પહોંચું એટલે તપાસની...

ખિસ્સા, પાકીટ અને હવે મોબાઈલ 

તપાસી એક નિશ્વાસ નાખતી...

કાયમ એને ત્રાંસી આંખે જોઈ રહેતો..

એને ખબર ન પડે તેમ..

પણ..


એનો નિશ્વાસ અકળાવતો

રોજનો ક્રમ ....

ધીરે ધીરે એ ઉદાસ રહેવા લાગી...

તપાસ એતો ચાલુ જ ...

નિશ્વાસ વધારે ઘેરો ...

ઉદાસી વધતી ગઈ..


અચાનક એક દિવસ

ઉત્સાહપૂર્વક ....

અરે...વાહ...કહી ઉઠી...

ચમકી તેની તરફ જોયું તો

ચિમળાયેલ ગુલાબ...

અને યાદ આવ્યું...


સવારમાં ચાર રસ્તા પરથી ખરીદયું હતું...

અને એ સાથે એનાં નિશ્વાસનું કારણ મળી ગયું..


પછી તો ક્રમ જ બદલાય ગયો..

રોજ કંઈક જોય હરખાતી...

ગુલાબ, ચોકલેટ ...

અને એ ખુશી અકારણ નહોતી...

એક બાળકની કમી...


અને 

એક દિવસ એક બાળકી એનાં ખોળે ધરી...

એ ખુશી ચિરંજીવી...


બસ...

હવે એણે તપાસ મૂકી દીધી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama